Insomnia (अनिद्रा )
નિદ્રા શરીરની પ્રાથમિક આવશ્યકતા છે. યોગ્ય નિદ્રા બાદ જ વ્યક્તિ પોતાના રોજીંદા કામ વ્યવસ્થિત કરી શકે છે. સામાન્ય વ્યક્તિએ રોજ ની ૬ – ૮ કલાક ની નિદ્રા લેવી અનિવાર્ય છે. આયુર્વેદમાં નિદ્રાનું મહત્વ દર્શાવતા આચાર્ય ચરકે કહ્યું છે કે
निद्रायतं सुखं-दु:खं पुष्टि: काश्यॅ बलाबलम् ।
वृषता कलीबता જ્ઞ।नमજ્ઞ।नं जीवितं न च।।
મતલબ શરીરના સુખ, દુઃખ ,જાડાપણું , પાતળાપણું ,બળ ,નબળાઈ ,જ્ઞાન ,અજ્ઞાન બધા જ માપદંડ નિદ્રા પર આધારિત છે.
यदा तु मनसि क्लान्ते कमॉत्मानः क्लमान्विता:।
विषयेभ्यो निवर्तन्ते तदा स्वपिति मानव:।।
નિદ્રા ક્યારે આવે ? જયારે વ્યક્તિનું મન કાર્ય કરીને થાક અનુભવે ત્યારે તે બધી ઇન્દ્રિયો સાથેનો સંપર્ક તોડી દે છે અને આ સમયે મનુષ્યને નિંદ્રા આવે છે. National sleep Foundation નાં મત મુજબ હાલમાં થયેલ સંશોધનો દર્શાવે છે કે મગજ જ્યારે પોતાની જાગૃત અવસ્થાને છોડી નથી શકતું એ સમયે અનિદ્રા નામનો રોગ થાય છે. મગજમાં બે Cycles હોય છે. Sleep Cycle અને Awake Cycle ,અનિદ્રા આ બને Cycle માંથી કોઈ એક અથવા બંને Cycle માં થયેલ સમસ્યાના લીધે થાય છે .
અનિદ્રા થવાના મુખ્ય બે કારણ છે. અન્ય રોગના લીધે થતી અનિદ્રા અને કોઈપણ રોગ વગર તમારૂં મગજ જાગૃત રહેવાના કારણે થતી અનિદ્રા. અનિદ્રા માટે જવાબદાર છે ડીપ્રેશન,વધારે પડતા વિચારો,ચિંતા ,દિવસના સમયે સૂવું,રાત્રિના સૂવાના સમયમાં ફેરફાર ,ચા-કોફીનું વધારે સેવન ,આલ્કોહોલનું સેવન, તમાકુનું સેવન ,રાત્રિના સમયે વધારે અને પચવામાં ભારે ખોરાક લેવો,એસીડીટી કરે એ પ્રકારનાં ખોરાકનું સેવન,રાત્રીના સમયે વધારે પડતા મોબાઈલ અને કમ્પ્યુટરનો ઉપયોગ વગેરે.
મગજ Relax થવા માટે ઠંડું વાતાવરણ ,અંધકાર ,Comfortable પથારી,વિચાર મુક્તતા જરૂરી છે જેથી મગજ Relax થાય અને નિદ્રા આવી શકે. રીસર્ચના આંકડા પ્રમાણે કુલ વસ્તી ૧૦% થી ૧૫% લોકો અનિદ્રા થી પડાય છે.
અનિદ્રા દુર કરવા માટે સાંજના સમયે ચા-કોફી નું સેવન ન કરવું ,ચિંતા,વિચારો દુર કરવાં, કમ્પ્યુટર અને મોબાઈલ નો ઉપયોગ રાત્રિનાં સમયે કરવાથી મગજ વધારે સતર્ક બને છે. આથી રાત્રિનાં સમયે મોબાઈલ અને કમ્પ્યુટરનો ઉપયોગ ટાળવો. આ ઉપરાંત અંધકાર અને ઠંડા વાતાવરણમાં મગજની સક્રિયતા ઓછી થાય છે માટે સુવાના સમયે સુવાની જગ્યા પર ઓછો પ્રકાશ અને વાતાવરણ ઠંડુ રહે તે માટે નાં ઉપાયો કરવા, પચવામાં હલકો અને એસીડીટી જેવા રોગો ન કરે તેવો ખોરાક લેવો, દિવસ દરમિયાન સક્રીય રહેવું, જેથી રાત્રિનાં સમયે મગજ થાકના લીધે ઓછું સક્રીય બને છે અને ઉંઘ આવે. આપણું શરીર એક Biological Cycle પ્રમાણે કામ કરે છે માટે સુવાનો અને ઉઠવાનો એક નિશ્ચિત સમય નિર્ધારિત કરવો જેથી Biological Cycle પ્રમાણે દરરોજ નિશ્ચિત કરેલા સમયે નિદ્રા આવે .આ ઉપરાંત આયુર્વેદમાં અનિંદ્રાનાં અભ્યંગ ,ઉત્સાદન,શિરોધારા ,શિરોપિચું,અક્ષિતર્પણ ,શિરોલેપ ,મુખલેપ જેવા ઉપાયો દર્શાવેલ છે. જે આયુર્વેદ હોસ્પિટલમાં વૈદ્યની દેખરેખ નીચે લઇ શકાય .યોગશાસ્ત્ર પ્રમાણે પ્રાણાયામ,ધ્યાન અને શવાસન જેવા આસનો પણ અનિદ્રાનાં ઉપચાર માટે ઉપયોગી નીવડે છે .
સલગ્ન વિષયની હેલ્થ ટીપ્સ મેળવવા માટે અમારી વેબસાઈટ ને જમણી બાજુ દેખાતા લાલ બેલ સબસ્કીર્બ કરો.