ત્વચા ની સંભાળ માટે લોકો આજે શું નથી કરતાં? મેક-અપ કરવાથી માંડીને સર્જરી આ બધુ જ કરાવવા તૈયાર છે. પરંતુ આ બધી વસ્તુના સામે એટલા જ ગેર ફાયદા પણ છે. તો ત્વચા માટે શું સાચો અને સચોટ ઉપાય. આજકાલ બજારોમાં ઘણી એવી અલગ અલગ દવાઓ મળે છે. જેનો ઉપયોગ આપણે આપણી ત્વચાને ખુબ સુરત બનાવવા કરીએ છીએ . પરંતુ તે દવાઓ લાંબા ગાળે નુકશાન કરે છે માટે ત્વચાના રક્ષણ માટે આયુર્વેદ સારવાર લેવી ખુબ લાભદાયી નીવડે છે આ સારવાર મોંઘી પણ નથી હોતી અને તેનાથી કોઈ આડ અસર કે નુકશાન પણ નથી થતું પહેલાં નાં જમાનામાં સ્ત્રીઓ ત્વચાનાં રક્ષણ અને ખૂબસૂરતી જાળવી રાખવાં માટે આયુર્વેદનો સહારો લેતી. આયુર્વેદની મદદથી આપણે ત્વચાની સારવાર ઉપરાંત તેને સુંદર પણ બનાવી શકીએ, પરંતુ આ પહેલા આપણને ત્વચાનો પ્રકાર પણ ખબર હોવો જરૂરી છે ત્વચાના મુખ્ય ત્રણ પ્રકાર છે:
* વાત આધિક્ય યુક્ત ત્વચા : એટલેકે જે ત્વચા રૂક્ષ હોય ઠંડીનાં સમયે ત્વચા ફાટી જાય તથા ઉમ્રની સાથે ત્વચા ઢીલી અને કરચલી યુક્ત થાય
* પિત આધિક્ય ત્વચા : એટલેકે જે ત્વચામાં લાલ ચકતા પડી જાય, ખુબજ ઝડપથી સનબર્ન થાય, વધુ પડતી સંવેદનશીલ હોય તથા વધુ પડતી ગરમી તથા પરસેવો થવો
કફ આધિક્ય યુક્ત ત્વચા : એટલેકે જે ત્વચા અધિક મુલાયમ,તૈલીય, જાડી તથા ઠંડક યુક્ત હોય આવી ત્વચામાં અધિક ગંદકી જમા થવાનાં કારણે ખીલ થવાની શક્યતાઓ ખુબજ વધે છે
જો કોઈની ત્વચા તૈલીય કે સામાન્ય છે તો ઠંડા વાતાવરણમાં એટલે કે શિયાળાની ઋતમાં ચહેરા પર વધુ પ્રભાવ પડે છે. આ બધી તકલીફો થી બચવા માટે આયુર્વેદમાં બતાવેલી સારવાર લેવી જેમ કે લેપ થેરાપી નસ્ય,અભ્યંગ, ઉદવર્તન,શિરોપિચુ શિરોધારા વગેરે અત્યંત લાભદાયી બને છે.
दोषघ्नो विषहा वर्ण्य मुखलेपरिस्त्रधा मत:I
त्रिप्रमाणश्वतुर्भागत्रिमात्राडधोरड़गुलोन्न्त:II
અથાર્ત: આ સારવાર પીડારૂપી દોષોને હરનાર,વિષહર, મુખ પર વર્ણ ને વધારનાર છે એટલે કે જે ત્વચાને સુકોમળ નિખાર અને સૌંદર્યયુક્ત બનાવે છે.
આયુર્વેદ ચિકિત્સા માં આ બધાજ પ્રકારની ત્વચા માટે ખુબ સરસ સારવાર બતાવેલી છે અને સચોટ પરિણામ પણ મળે છે.